જામનગર, ગુજરાત · વર્ષ ૨૦૧૨થી
01 05

સરકાર કદાચ સાથ છોડી દેશે…પણ માં ક્યારેય નહીં છોડે.

મધર્સ ફાઉન્ડેશન વર્ષોથી ગુજરાતના ખેતી મજૂરી કરતા પરિવારોનો ટેકો બનીને ઊભું છે — એમના ઘર, જમીન અને બંધારણીય અધિકારોની રક્ષા માટે. સંપૂર્ણ નિઃશુલ્ક. કોઈપણ ભેદભાવ વગર.

જામનગર, ગુજરાત · વર્ષ ૨૦૧૨થી
02 05

સરકાર કદાચ સાથ છોડી દેશે…પણ માં ક્યારેય નહીં છોડે.

મધર્સ ફાઉન્ડેશન વર્ષોથી ગુજરાતના ખેતી મજૂરી કરતા પરિવારોનો ટેકો બનીને ઊભું છે — એમના ઘર, જમીન અને બંધારણીય અધિકારોની રક્ષા માટે. સંપૂર્ણ નિઃશુલ્ક. કોઈપણ ભેદભાવ વગર.

જામનગર, ગુજરાત · વર્ષ ૨૦૧૨થી
03 05

સરકાર કદાચ સાથ છોડી દેશે…પણ માં ક્યારેય નહીં છોડે.

મધર્સ ફાઉન્ડેશન વર્ષોથી ગુજરાતના ખેતી મજૂરી કરતા પરિવારોનો ટેકો બનીને ઊભું છે — એમના ઘર, જમીન અને બંધારણીય અધિકારોની રક્ષા માટે. સંપૂર્ણ નિઃશુલ્ક. કોઈપણ ભેદભાવ વગર.

જામનગર, ગુજરાત · વર્ષ ૨૦૧૨થી
04 05

સરકાર કદાચ સાથ છોડી દેશે…પણ માં ક્યારેય નહીં છોડે.

મધર્સ ફાઉન્ડેશન વર્ષોથી ગુજરાતના ખેતી મજૂરી કરતા પરિવારોનો ટેકો બનીને ઊભું છે — એમના ઘર, જમીન અને બંધારણીય અધિકારોની રક્ષા માટે. સંપૂર્ણ નિઃશુલ્ક. કોઈપણ ભેદભાવ વગર.

જામનગર, ગુજરાત · વર્ષ ૨૦૧૨થી
05 05

સરકાર કદાચ સાથ છોડી દેશે…પણ માં ક્યારેય નહીં છોડે.

મધર્સ ફાઉન્ડેશન વર્ષોથી ગુજરાતના ખેતી મજૂરી કરતા પરિવારોનો ટેકો બનીને ઊભું છે — એમના ઘર, જમીન અને બંધારણીય અધિકારોની રક્ષા માટે. સંપૂર્ણ નિઃશુલ્ક. કોઈપણ ભેદભાવ વગર.

અમારું કામ માત્ર કાગળ પર નહીં… જમીન ઉપરની હકીકત છે.

પરિવારોનાં ઘરો અમે કાયદેસર રીતે રેગ્યુલરાઈઝ કરાવ્યાં
0 +
પિટિશનો ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી, લડી, જીતી
0 +
ખેડૂતોને ગેરકાયદેસર જમીન સંપાદનની લડતમાં ટેકો
0 +
પ્રથમ સંપર્કથી હાઈકોર્ટનો સ્ટે ઓર્ડર
0 days
ખર્ચે કરવામાં આવેલું. હંમેશા.
0
અમારી ઓળખ

ભારતના બંધારણમાં લખાયેલા અધિકારો…ગામડા સુધી પહોંચાડવાનું કામ.

મધર્સ ફાઉન્ડેશન જામનગર, ગુજરાતમાં કાર્યરત એક બિનસરકારી સંસ્થા છે.

૨૦૧૨

સ્થાપના વર્ષ

₹૦

પરિવારોથી ફી

અમે વર્ષોથી ગામડાઓમાં ખેતી મજૂરી કરતા પરિવારોના હિત માટે સંકલ્પબદ્ધ છીએ.

કારણ કે ભારતનું બંધારણ કાગળ ઉપર દરેક નાગરિકને સરખા અધિકારો આપે છે… પણ હકીકતમાં એ અધિકારો દેશના ગરીબ અને મધ્યમવર્ગીય લોકો સુધી કદી પહોંચતા જ નથી. જે ખેડૂત ચાલીસ-ચાલીસ વર્ષથી પોતાની જમીન ઉપર ખેતી કરતો આવ્યો હોય એને પોતાના અધિકારોની જ ખબર નથી હોતી; જે પરિવારને સવારે સેક્શન ૬૧ હેઠળ ઘર ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવે એને એ પણ ખબર નથી હોતી કે તેઓ આ નોટિસ વિરુદ્ધ લડી શકે છે; અને જે મજૂરની જમીન ટ્રાન્સમિશન લાઈન માટે સંપાદિત કરવામાં આવી રહી હોય એને ખબર પણ નથી હોતી કે કાયદાની પણ મર્યાદાઓ હોય છે — અને એ મર્યાદાઓ એમના રક્ષણ માટે જ બનાવવામાં આવી છે.

આપણા અસહાય ખેતી મજૂરી કરતા પરિવારો ભારતના બંધારણમાં લખાયેલા રક્ષણથી આજે પણ કોશો દૂર છે. અમે એ જ અંતર ઘટાડવાનું કામ કરી રહ્યા છીએ.

કાયદેસરની લડત દ્વારા… લોકોને એમના બંધારણીય અધિકારોની સમજ આપીને… અને એક વિશ્વાસ સાથે કે ન્યાય માત્ર પૈસાવાળા લોકોનો અધિકાર નથી.

૦૧

અમે કોઈપણ રાજનૈતિક સંસ્થા સાથે સંકળાયેલા નથી.

૦૨

પરિવારો પાસેથી અમે એક પણ રૂપિયો ક્યારેય લેતા નથી.

૦૩

અમારા કામની એક જ ઓળખ છે — પરિણામ.

અમારી સેવાઓ

એક લડત… છ મોરચા.

૧. ઘર રેગ્યુલરાઈઝેશન

ગુજરાતના ગામડાઓમાં હજારો પરિવારો વર્ષોથી સરકારી ખરાબા અને પડતર જમીન ઉપર રહેતા આવ્યા છે.

આ ઘરો દાયકાઓ પહેલાં બનાવવામાં આવેલા હોય… છતાંય આજે સરકાર એ જ ઘરોને ગેરકાયદેસર જાહેર કરી નાખે છે.

મધર્સ ફાઉન્ડેશન આવા પરિવારો વતી કલેક્ટર પાસે રેગ્યુલરાઈઝેશનની અરજીઓ કરે છે… ગુજરાત હાઈકોર્ટ સુધી લડત લડે છે… અને પરિવારોના ઘરોને કાયમી રીતે કાયદેસર માન્યતા અપાવવાનું કામ કરે છે.

૨,૧૦૦થી પણ વધુ પરિવારો માટે અમે આ લડત લડી અને જીતી ચૂક્યા છીએ. એ પણ સંપૂર્ણ નિઃશુલ્ક — એક પણ રૂપિયો લીધા વગર.

૨. ખેડૂતોની જમીનની લડત

જ્યારે કંપનીઓના પ્રોજેક્ટ, ટ્રાન્સમિશન લાઈનો અને જમીન સંપાદન ગામડાઓ સુધી પહોંચે છે… ત્યારે પેઢીઓથી ખેતી કરતા ખેડૂતો પોતાની જ જમીન ગુમાવવાની સ્થિતિમાં આવી જાય છે. માત્ર જામનગર જિલ્લામાં જ અમે ૮૦૦થી વધુ ખેડૂતો માટે લડત લડી છે.

૩. કાયદા અને અધિકારોની સમજ

સરકારી નોટિસ મળ્યા પછી મોટા ભાગના પરિવારો માની લે છે કે સરકાર જે કહે છે એ જ સાચું હશે. અમે એમની ઢાળ બનીને ઊભા રહીએ છીએ — અને સમજાવીએ છીએ કે બંધારણ હેઠળ ખેડૂત હોય કે કંપની, મજૂર હોય કે મંત્રી, કાયદો બધા માટે એકસરખો છે.

૪. કાયદેસર દસ્તાવેજોની તૈયારી

ઘણા પરિવારો કોર્ટ સુધી પહોંચે એ પહેલાં જ હારી જાય છે — કારણ કે એમના દસ્તાવેજો અધૂરા હોય, ખોટી રીતે રજૂ થયેલા હોય, અથવા વર્ષો સુધી ભેગા જ કરવામાં આવ્યા ન હોય. અમે જરૂરી કાગળો ભેગા કરવામાં, ચકાસવામાં અને કાયદેસરની રીતે ગોઠવવામાં મદદ કરીએ છીએ.

૫. નારીશક્તિને મિલકતનો હક

પતિના અવસાન પછી અથવા પરિવારની જવાબદારી સ્ત્રીઓના ખભા ઉપર આવી પડે પછી, મહિલાઓ પોતાના જ ઘર અને જમીનના હકો ગુમાવવાની સ્થિતિમાં આવી જાય છે. અમે ખાસ કરીને મહિલાઓના જમીન અને વારસાગત અધિકારો માટે કામ કરીએ છીએ.

૬. મતાધિકાર અને જાગૃતિ

મતદાન માત્ર સરકાર બનાવવાનો અધિકાર નથી — પોતાના ઘર અને જમીનના ભવિષ્યને સુરક્ષિત રાખવાનો અધિકાર પણ છે. તમે મતદાન વખતે જે અધિકારનો ઉપયોગ કરો છો… એ જ અધિકારો એક દિવસ તમારા ઘરની રક્ષા પણ કરે છે.

અમારી લડતનાં પરિણામો

દરેક વાત… કાયદેસર રેકોર્ડ સાથે.

અમે એવા દાવા કરતા જ નથી… જેની સાબિતી અમે આપી ન શકીએ.

નીચે આપેલો દરેક આંકડો… ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલા કેસો, સરકારી અરજીઓ અને જાહેર કાયદેસર રેકોર્ડ ઉપર આધારિત છે.

જામનગર જિલ્લો

૮ ગામો

ચંદ્રગઢ, ધુતારપર, ધુડાસિયા, લોઠિયા, રસુલનગર, વાયણા, રાજસ્થળી, રાજડા

૨,૧૦૦+ પરિવારો. જામનગર કલેક્ટર પાસે રેગ્યુલરાઈઝેશનની અરજીઓ દાખલ.

પોરબંદર જિલ્લો

૪ ગામો — ભરવાડા સહિત

૧૫૦+ પરિવારો માત્ર ભરવાડા ગામમાં.

સેક્શન ૬૧ની નોટિસો સામે કાયદેસર લડત. ₹૫૦ લાખથી પણ વધુ થઈ શકે એવો કાયદેસર ખર્ચ મધર્સ ફાઉન્ડેશને સંપૂર્ણ રીતે ઉઠાવ્યો.

અમરેલી જિલ્લો

રાફાળા ગામ

૨૫+ પરિવારો. અમરેલી કલેક્ટર પાસે અરજીઓ દાખલ.

ગુજરાત હાઈકોર્ટના આદેશો

ઉપર આપેલો દરેક ઓર્ડર જાહેર કાયદેસર રેકોર્ડનો ભાગ છે.

પ્રમુખ

જલ પટેલ

મધર્સ ફાઉન્ડેશન જામનગર

અમારો અવાજ

જલ પટેલ

અધ્યક્ષ · મધર્સ ફાઉન્ડેશન

જલ પટેલ જામનગરના મધર્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ છે… અને ગુજરાતના હજારો પરિવારો માટે મધર્સ ફાઉન્ડેશન વતી ઉઠતો એક અવાજ પણ છે.

જામનગરમાં ઊછરેલી જલ પટેલે બાળપણથી પોતાના પરિવારને ખેતી મજૂરી કરતા શ્રમિકો માટે એક પછી એક કાયદેસરની લડતો લડતા જોયા છે.

જલ પટેલને વારસામાં કોઈ વ્યવસાય નહોતો મળ્યો — એક લડત મળી હતી.

આજે જલ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી… ગામડાઓમાં યોજાતા કાયદાકીય કેમ્પો દ્વારા… અને જરૂરતમંદ પરિવારો સુધી સીધા જોડાઈને… આ સંસ્થાનો અવાજ ગુજરાતના હજારો પરિવારો સુધી પહોંચાડવાનું કામ કરે છે.

ઘણા પરિવારો માટે પોતાના પ્રશ્નો ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચાડવાનું કામ આજે જલ પટેલનો અવાજ કરે છે.

જલ પટેલનો વાયદો એ જ સંસ્થાનો વાયદો છે — કોઈપણ પરિવાર પોતાના માથા ઉપરનું છાપરું નહીં ગુમાવે. અને જો ક્યારેય બુલડોઝર તમારા આંગણે પહોંચે… તો જલ પટેલ તમારી ઢાળ બનીને ઊભી રહેશે.

દરેક ભારતીય નાગરિકને બંધારણે સરખા અધિકારો આપ્યા છે — પણ એ અધિકારોનું રક્ષણ ગામડાના લોકો સુધી પહોંચે એની ખાતરી જલ પટેલ લે છે.